વિરમગામ : વિરમગામ શહેરની ઐતિહાસિક શેઠ એમ. જે. હાઈસ્કૂલના મેદાન પાસે હાથી તલાવડી વિસ્તાર આવેલો છે. જે વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનો ખાનગીમાં વેપલો ચલાવાતો હોવાથી દેત્રોજ તાલુકાના ભાટ વાસણા ગામનો રમેશજી ઉર્ફે ગુગો લક્ષ્મણજી ઠાકોર વિદેશી તથા દેશી દારૂનો જથ્થો વાહનમાં લઈને વિરમગામ હાઇસ્કૂલના મેદાનમાં આવતા શહેર પોલીસે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. તેમજ વાહન કબજે કર્યું હતુ. જેમાંથી 130 નંગ વ્હિસ્કીના ક્વાટર, 22 નંગ બિયર ટીન, 100 લીટર દેશી દારૂ, એક મોબાઈલ અને વાહન મળી કુલ રૂ. 5,42,840 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. માલ લઈ આવેલા રમેશજી ઠાકોર અને હાથી તલાવડી વિસ્તારમાં રહેતા દીપક સુરેશભાઈ ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અને દીપક ઠાકોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો