સાણંદ નગર હાલ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. તેની સાથે સાથે સાણંદમાં ગંભીર ગુનાઓનો આંક પણ વધતો જોવા મળી રહ્યો છે. જેમાં સાણંદની અટલ રેસીડેન્સી ખાતે એક ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સુત્રો પાસેથી મળથી માહિતિ મુજબ સાણંદ નળસરોવર રોડ પર આવેલ અટલ રેસીડેન્સી માં એક નરાધમ શખ્શે 10 વર્ષની બાળકીને લીફ્ટ માં ખેંચી જઈ તેની સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકી એ તેનો હિંમતભેર સામનો કરતાં તે સફળ થયો ન હતો જેનાં સીસીટીવી ફૂટેજ નો વિડિયો સોશીયવ મિડીયા માં વાયરલ થતાં સમગ્ર સાણંદ પંથક માં ભારે રોષની લાગણી પ્રવર્તી હતી.
બનાવની વધુમાં પ્રાપ્ત થતી વિગત એવી છે કે 10 વર્ષની બાળાનાં માતા બપોરે 3 કલાકે તેને સાણંદની અટલ રેસીડેન્સી ખાતે ટયુશન મુકી ગયા હતા પરંતુ ટયુશનનો સમય 3-30નો હોવાને કારણે બાળા ફ્લેટનાં નીચે આવેલગાર્ડનમાં રમતી હતી. ત્યારે તે જ વિસ્તારમાં રહોતો સંજય ગંગારામ પરમાર ત્યાં આવી પહોચ્યો હતો અને લગભગ 45 સેકન્ડ સુધી બાળકીની પાછળ-પાછળ ફરી રહ્યો હતો અને જેવી બાળકી એકલી પડી કે તુરંત જ આ નરાધમે તેને પકડી લીધી હતી અને બળજબરીથી ફ્લેટની લીફ્ટમાં લઈ ગયો હતો અને લીફ્ટનો ડોર બંધ થતાં જ બાળા સાથે છેડતી તેમજ અડપલાંનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીએ હિંમતભેર તેનો પ્રતિકાર કર્યો હતો અને લીફ્ટનો દરવાજો ખુલતાની સાથે જ બુમાબુમ કરી હતી. જેથી ફ્લેટના રહીશો લીફ્ટ તરફ દોડી આવ્યા હતા. જેને કારણે આ શખ્સ નાસવામાં અસફળ રહ્યો હતો બનાવની જાણ બાળકીનાં પરીવારજનોને થતાં તેઓ તેમજ ફ્લેટનાં રહીશોને આ ઈસમનાં પરિવારજનો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આખરે પોલીસને જાણ કરતાં સાણંદ પોલીસ તુરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પોલીસે સંજય ગંગારામ પરમારની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ભેગો કરી દીધો હતો.










