પૂર્વમાં આવેલા દક્ષિણ, ઉત્તર, મધ્ય અને પૂર્વ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના અંગે કામગીરી કરવામાં આવી છે.


જેમાં AMCના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના તમામઝોનમાં જાહેર માર્ગ પર ગંદકી કરવા, ન્યૂસન્સ ફેલાવતા લારી- ગલ્લા સહિત કોમર્શિયલ એકમો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા એકમો વિરૂદ્ધ હાથ ધરાયેલી ઝુંબેશની કામગીરી આગળ વધારી હતી. જેમાં છેલ્લા 11 જાન્યુઆરી સુધીમાં કુલ 3071 એકમોને નોટિસ ફટકારી હતી અને કુલ રૂ. 4લાખ, 33 હજાર 700 નો દંડ વસૂલ કર્યો છે.

આ દરમિયાન કુલ 72 એકમોને સીલ કરવાની પણ કામગીરી કરવામાં આવી છે. જ્યારે રોડ રસ્તા પરની લારીઓ તેમજ દુકાનો માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 124.4 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્લાસ્ટિકના વિકલ્પમાં લોકોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ માટે 7,56,302 જેટલી કાપડની થેલીઓ રહેણાંક વિસ્તારમાં વિતરણ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં તહેવાર દરમિયાન વધુ સઘન રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેની તપાસ ચલાવવામાં આવશે અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: