AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં હોસ્પિટલ બિલ્ડિંગોના સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


જેમાં કુલ 81 જેટલી હોસ્પિટલના બાંધકામની તપાસ કરવામાં આવી હતી અને 27 હોસ્પિટલોને માન્ય બીયુ રજૂ કરવા માટે નોટિસ અપાઈ છે, જ્યારે 13 હોસ્પિટલ બિલ્ડિંગ પાસે વપરાશ કરવાની પરવાનગી ન હોવાના કારણે સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ પણ ગૃડા-2022 હેઠળ બાંધકામ નિયમિત કરવા અને મૂળ બાંધકામમાં કરવામાં આવેલા સુધારા વધારા માટે જે તે બિલ્ડિંગને મૌખિક અને ઔપચારિક જાણકારી આપવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. હવે એસ્ટેટ વિભાગ અને ટીડીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રદૂષણ કરતી 7 સાઈટો પાસેથી દંડ વસૂલાયો

AMC દ્વારા 2025માં હવાના પ્રદૂષણને અંકુશમાં લેવા માટે અનેક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે, જેમાં હવામાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામેની કાર્યવાહી પણ શામેલ છે. AMC દ્વારા બાંધકામ સાઇટ્સ પર ગ્રીન નેટ (લીલા પડદા) લગાવવાના નિયમોનું પાલન ન કરનારા બિલ્ડરો અને ડેવલપર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવી સાઇટ્સને સીલ કરવામાં આવે છે. જેમાં દક્ષિણ ઝોનમાં આવેલ કુલ 25 સાઈટોને ચેક કર્યા બાદ જે સાઈટ પર યોગ્ય ગ્રીન નેટ લગાવેલ ન હોય તેવી કુલ 07 સાઈટો પરથી કુલ રૂ.1,45,000/- દંડ વસુલવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: