અમ્યુકો દ્વારા વર્ષ-2030ના કોમનવેલ્થ ગેમ્સ પહેલાં કરવાપાત્ર કામગીરીને વધુ વેગીલી બનાવાઈ છે. બેઝ એસેસમેન્ટ મુજબ વર્ષ-2030 સુધીમાં અમદાવાદમાં 2.45 લાખ ઈલેક્ટ્રિક વ્હીકલ હશે, જેના ચાર્જિંગ માટે કુલ 3,063 ચાર્જિંગ પોઈન્ટની જરૂર પડશે. હાલમાં શહેરમાં 690 ચાર્જિંગ પોઈન્ટ આવેલા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ ઈવી પોલિસી-2026 જાહેર કરવામાં આવી છે. ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખી ફ્યુચર રેડી ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ પોલિસી અંગે લોકો તરફ્થી 30 દિવસની સમયમર્યાદામાં વાંધા-સૂચન મંગાવવામાં આવ્યા છે. ધ ગુજરાત સ્ટેટ ઈ.વી. પોલિસી-2021 તથા પી.એમ. ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત સમગ્ર શહેર માટે ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન તેમજ રોડમેપ ફોર ઈમ્પ્લિમેન્ટેશન જેવી બાબત ઉપર ડ્રાફ્ટ પોલિસીમાં વિશેષ ફોકસ કરાયું છે. બ્રિજ નીચેની જગ્યા ઉપરાંત મલ્ટિલેવલ પાર્કિંગ, મ્યુનિ.ના પ્લોટ્સ, સબ ઝોનલ કચેરી, એએમટીએસ તથા બી.આર.ટી.એસ. ટર્મિનસ સહિત અલગ અલગ 81 સ્થળોએ ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવા આયોજન કરાશે. પોલિસી અંતર્ગત ડાયનેમિક જી.આઈ.એસ. બેઝ ઈલેક્ટ્રિક ચાર્જિંગ મેપિંગ અને મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરાશે.
