દાણીલીમડાના શાહઆલમમાં મહિલા બ્યૂટી પાર્લરની બહાર મશ્કરી કરીને બુમો પાડતા પાંચ ટપોરીઓને યુવકે ઠપકો આપતા તેમણે યુવક અને તેના પરિવાર પર છરી અને દંડાથી હુમલો કરીને પથ્થરમારો કર્યો હતો. આ અંગે યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


શાહઆલમમાં રહેતા 47 વર્ષીય ઈરફાન વજીબદાર મીઠાખળીમાં એસેસરીઝનો ધંધો કરે છે. ગત 3 જાન્યુઆરીએ ઈરફાન શાહઆલમથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે નાઝ બ્યૂટીશિયનની દુકાન પાસે શૈફઅલી અને તેના ચાર મિત્રો બેસીને જોર-જોરથી બુમો પાડીને વાતો કરતા હતા. જેથી તેમણે અહિયાં બધી મહિલાઓ અવર-જવર કરે છે માટે તમે લોકો અહિયાં બેસીને આ રીતે બુમો પાડશો નહી. ત્યારે શૈફઅલીએ ઉશ્કેરાઇને અમે અહીં જ બેસીશું, કહીને ઈરફાન સાથે ઝઘડો કરતા ઈરફાન ત્યાંથી નીકળી ગયો હતો. થોડીવાર બાદ ઈરફાન ફરી ત્યાંથી નીકળ્યો ત્યારે શૈફઅલી અને તેના મિત્રોએ તેની સાથે ઝઘડો કરીને લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. આ દરમ્યાન ઈરફાનની પત્ની આવી જતા તમામે ભેગા થઈને તેને પણ માર માર્યો હતો. બાદમાં શૈફઅલી છરી લઈને આવ્યો અને ઈરફાનની પત્નીને ચપ્પાના એક ઘા મારી દીધો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી આવી જતા પાંચેય શખ્સો નાસી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત ઇરફાન અને તેની પત્નીને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: