સાણંદ : સાણંદ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે તાલુકા ભવાનપુર ગામે આવેલ આંબલીવાળા નેળીયામાં જાહેર માં પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો છે. જેથી બાતમીને આધારે સ્ટાફની ટીમે સ્થળ પર ધસી જઈને દરોડો પાડતાં ત્યાંથી જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા હતા તથા તેમની પાસેથી રૂ. 5,500ની રોકડ પોલીસે કબજો કરી કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જુગાર રમતા પકડી પાડેલા શખ્સોમાં દિપકજી ભેમાજી ઠાકોર, મનીષ અમ્રતભાઈ પરમાર, મંગાજી ગાંડાજી ઠાકોર, પોપટજી શીવાજી ઠાકોર, નટુજી ભાખાજી ઠાકોર, બાલાજી સુરસંગજી ઠાકોર તેમજ ચંદુજી શિવાજી ઠાકોર (તમામ રહે. ભવાનપુર)નો સમાવેશ થાય છે.
