નીટ-યુજી રદ થતા રાજ્યના 75 હજાર વિદ્યાર્થીની હાલત કફોડી, હાઈ-સ્કોરર વિદ્યાર્થીઓમાં 'પર્ફોમન્સ'ની ચિંતાવેકેશનના પ્લાન પડતા મૂકી વિદ્યાર્થીઓ ફરી પુસ્તકોના શરણે, માનસિક લય જાળવવો મોટો પડકાર 600+ સ્કોર કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓ ફ્ફ્ડયાઃ 'શું બીજી વખત પણ આટલું જ સારું પેપર જશે?' ફરી પરીક્ષામાં શ્રોષ્ઠ પ્રદર્શન કરવાની વિદ્યાર્થીઓને ચિંતા, ટિકિટ કેન્સલેશનમાં વાલીઓને લાખોનો આર્થિક ફ્ટકો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મેના રોજ લેવાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGમાં દેશવ્યાપી પેપર લીકની ગંભીર ઘટનાને પગલે સમગ્ર પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના કારણે ગુજરાતના 75 હજારથી વધુ વિદ્યાર્થીઓની હાલત અત્યંત કફેડી બની છે. ખાસ કરીને જે તેજસ્વી વિદ્યાર્થીઓ 600 થી વધુ સ્કોર કરી રહ્યા હતા, તેઓ હવે ગંભીર ચિંતામાં છે કે ફરીથી લેવાનાર પરીક્ષામાં તેઓ આટલું જ શ્રોષ્ઠ પ્રદર્શન કરી શકશે કે કેમ. મેડિકલ પ્રવેશ પરીક્ષા રદ થવાના આદેશ બાદ ગુજરાતના શૈક્ષણિક જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સૌથી વધુ વિષમ સ્થિતિ એવા વિદ્યાર્થીઓની છે જેમણે 3 મેના પેપરમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને જેઓ સુરક્ષિત સ્કોર સાથે એમબીબીએસમાં અને એમાંય મનપસંદની કોલેજમાં પ્રવેશ નિશ્ચિત માની રહ્યા હતા. આ હાઈ-સ્કોરર વિદ્યાર્થીઓમાં હવે એ વાતનો ભય વ્યાપ્યો છે કે નવી પરીક્ષાનું સ્તર કેવું હશે અને શું તેઓ ફરીથી તેટલો જ સ્કોર કરી શકશે? માનસિક રીતે થાકેલા વિદ્યાર્થીઓ માટે ફરીથી તે જ એકાગ્રતા કેળવવી એ પહાડ જેવું કાર્ય બની ગયું છે. બીજી તરફ્, હજારો મધ્યમવર્ગીય પરિવારો જેઓ પોતાના સંતાનોની કારકિર્દી માટે અમદાવાદ, રાજકોટ કે વડોદરા જેવાં શહેરોમાં મોંઘા ભાડાના મકાનો રાખીને મહિનાઓથી રહેતા હતા, તેમની મુશ્કેલીઓ બેવડાઈ છે. પરીક્ષા પૂર્ણ થતાં જ જેઓ વતનમાં પરત ર્ફ્યા હતા, તેમણે હવે ફરીથી પુસ્તકોનું સંકલન કરવું પડી રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓએ પોતાનું મટીરિયલ પેક કરી દીધું હતું અથવા રદ્દીમાં આપી દીધું હતું, જે હવે ઉતાવળે ફરી એકઠું કરવામાં આવી રહ્યું છે. આર્થિક મોરચે પણ વાલીઓ પર બેવડો માર પડયો છે. પરીક્ષાના ભારણમાંથી મુક્ત થવા માટે અનેક પરિવારોએ દેશ-વિદેશના પ્રવાસના આયોજન કર્યા હતા. અનેક ગુજરાતી પરિવારો હાલ વિદેશમાં વેકેશન માણી રહ્યા છે, જ્યાં તેમને આ સમાચાર મળતા પ્રવાસનો આનંદ ફીકો પડી ગયો છે. ફ્લાઈટ અને હોટેલ બુકિંગના કેન્સલેશનમાં લાખો રૂપિયા ગુમાવવાની નોબત આવી છે. આમ, સિસ્ટમની નિષ્ફ્ળતાનો ભોગ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્યા છે, જેમના માટે હવે ફરીથી આ શૈક્ષણિક જંગ જીતવો અનિવાર્ય બન્યો છે.
