પૂર્વ અમદાવાદ વિસ્તારમાં માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફ્કિ નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઅમદાવાદ પૂર્વ દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર-2026 એમ ત્રણ મહિના દરમિયાન હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં નિયમોનો ભંગ કરનાર કુલ 1,323 વાહનચાલકો સામે કેસ નોંધીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.આરટીઓની ટીમો દ્વારા પૂર્વ વિસ્તારના વિવિધ માર્ગો પર ચેકિંગ દરમિયાન ઓવર સ્પીડ, ઓવરલોડિંગ, એચએસઆરપી નંબર પ્લેટ, વાહન ફ્ટિનેસ,PUC, વીમો, સીટ બેલ્ટ, પરમિટ, એક્સ્ટ્રા પેસેન્જર તેમજ ઓવર ડાયમેન્શનલ કાર્ગો જેવા નિયમોના ઉલ્લંઘન બદલતવાઈ બોલાવવામાં આવી હતી. મહત્વનું છે કે ત્રણ મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો ઓગસ્ટ મહિનામાં 419, સપ્ટેમ્બરમાં 319 અને ઓક્ટોબરમાં સૌથી વધુ 585 કેસ નોંધાયા હતા. જ્યારે ઓક્ટોબર માસની કામગીરીમાં સૌથી વધુ 270 કેસ પૂરઝડપે વાહન ચલાવવાના નોંધાયા હતા. આ ઉપરાંત ભારે વાહનોમાં સેફ્ટી ગાર્ડ અને લાઇટિંગ સંબંધિત 87 કેસ નોંધવામાં આવ્યા હતા અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર ન ધરાવવાના 77 કેસ તેમજ ODCના 54 કેસ નોંધીને કાર્યવાહી કરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો