અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ કેટલી હદે નિષ્ઠુર અને બેદરકાર હોઈ શકે છે. એ વાતની નારોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢાંકણા વગરની 20 ફૂટ ઉંડી ગટરના પાણીમાં માતાની આંગળીએથી વિખુટી પડેલી 10 વર્ષની મનીષા ભલાભાઈ સલાટ નામની એક પ્રજ્ઞાચક્ષુ બાળકી ગરકાવ થઈ ગઈ છે. બપોરે 3 વાગે બનેલી ઘટનામાં ફાયર વિભાગની ટીમ રેસ્કયૂમાટે સાંજે 5.30 કલાકે ઘટના સ્થળે પહોંચી હતી..જયારે જવાબદાર એડીશનલ સિટી ઈજનેર સાંજે 6 કલાકે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. મહત્વનું છે કે જે ગટરમાં મનિષા નામની દીકરી ગરકાવ થઈ તેમાં પાણીની સાથે સાથે કેમીકલની લાઈન પણ ચાલુ છે. વર્ષ-2030માં કોમનવેલ્થ ગેમ્સ રમાડવાની ગુલબાંગ હાંકનાર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ગટરનું એક ગટરનું ઢાંકણુ ખરીદી શકતા નથીએ આ બનાવ પરથી જનતાને સમજાઈ ગયું છે. સમગ્ર ઘટનાની જવાબદારી લેવાના બદલે કોર્પોરેશનના અધિકારીઓએ સમગ્ર જવાબદારી રોડ ડેવલપ કરવા નેશનલ હાઈવે ઓથોરીટી પર નાંખી દીધી હતી મોડી રાત સુધી ગટરમાં ગરકાવ થયેલી 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ દીકરીના કોઈ સગડ મળ્યા નથી. સૌથી મહત્વની વાત તો છે કે મીડીયામાં વાહવાહ લૂંટનારા મ્યુ કોર્પોરેશનના અધિકારીઓ,મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ બનાવ પ્રત્યે એક લાઈન પણ બોલવામાં શરમ અનુભવી હતી

મળતી માહિતી અનુસાર નારોલ વિસ્તારમાં આવેલી કોઝી હોટલ પાસે શનિવારે બપોરે ત્રણ કલાકે એક માતા પોતાની 10 વર્ષની દિકરીને લઈ ઓટોરીક્ષામાંથી ઉતરીને રિક્ષા ચાલકને ભાડુ ચૂકવતી હતી ત્યારે તેની સાથે રહેલી 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ દિકરી અચાનક ગુમ થઈ હતી. અંતે કોઈએ ધ્યાન દોર્યુ કે, કદાચ આ ઢાંકણા વગરની ગટરમા ગરકાવ થઈ ગઈ હોઈ શકે. ત્યારબાદ 112 ઉપર રેસ્કયૂ કામગીરી માટે ફાયર વિભાગને જાણ કરાઈ હતી.ત્રણ કલાક પછી સાંજે 5.30 કલાકે ફાયર અધિકારીઓ, જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચીને ગટરમા ગરકાવ થયેલી બાળકીની શોધખોળ શરૂ કરી હતી