ઇસનપુરમાં વેપારી મહિલાને તેમના જ ગ્રાહક એવા યુવકે સોનાનું ગીરવે મૂકાવીને શેરબજારમાં 16.80 લાખ પૈસા રોકાણ કરાવ્યા હતા. જો કે, મહિલાને બાદમાં જાણ થઇ કે, શેરબજારમાં યુવકે પૈસા રોકાણ કર્યા જ નથી અને દાગીના વેચી પૈસા વાપરી ગયો છે. જેથી મહિલાએ પોલીસ સ્ટેશનમાં યુવકની સામે 16.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


લાંભામાં રહેતા જેનીબેન વરીયા ઇસનપુરના ગોવિંદવાડી ચાર રસ્તા પાસે ચોકલેટી ચાય નામથી વૉફલ વેચાણ કરે છે. જ્યારે તેમના પતિ મનોજભાઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. આ જેનીબેનની દુકાન પર અવાર નવાર પાર્થ પટવા આવતો હતો. જેથી જેનીબેન પાર્થને સારી રીતે ઓળખતા હતા. આથી પાર્થે જેનીબેનને કહ્યુ કે,હું શેરબજારનું કામકાજ કરું છું, તમે મારી પાસે પૈસા રોકો તમારા કોઇ પૈસા ખોટા નહીં થાય, હું તમને સારો એવો નફો કરાવી આપીશ. મારી ઓફિસ ઉસ્માનપુરા ખાતે આવી છે. તેમ કહીને અવાર નવાર રૂબરૂ, મેસેજ તેમજ ફોનથી રોકાણ કરવા દબાણ કરતો હતો. જેનીબેને એક દિવસ કહ્યુ કે, મારી પાસે હાલમાં રોકડા રૂપિયા નથી. આ સાંભળીને પાર્થે કહ્યુ કે, તમારી પાસે સોનુ હોય તો આપો હું ગીરવે મૂકાવીને તે પૈસા આપણે શેરબજારમાં રોકાણ કર્યુ છે. સોનું હું જુલાઇ મહિના પહેલા જ સોનુ છોડાવી દઇશ, તેમ કહીને સોનાના દાગીના જેનીબેન પાસેથી લીધા હતા. આવી જ રીતે, પાર્થે ટુકડે ટુકડે સોનાના દાગીના તેમજ પૈસા મેળવીને 16.80 લાખ રૂપિયા પડાવ્યાનું સામે આવ્યુ હતુ. આ જેનીબેને ધંધા અર્થે પૈસાની જરૂરીયાત ઊભી થતાં તેમણે પૈસા માંગતા પાર્થે કહ્યુ કે, શેરબજારમાં તાત્કાલિક પૈસા ન ઉપડી શકે તેમ કહીને ગલ્લા તલ્લા કરતો હતો. જેનીબેને જવેલર્સનો સંપર્ક કરતા જાણ થઇ કે, પાર્થે તો સોનાના દાગીના વેચાણ કરી દિધા છે. આ અંગે જેનીબેન વારીયાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પાર્થ પટવા વિરૂદ્ધમાં 16.80 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: