સાણંદ : વિરમગામ તાલુકાના કમીજલા મુકામે આવેલ રવિભાણ સંપ્રદાયના સ્થાપક સંતશ્રી ભાણસાહેબની ચેતનસમાધિ મુકામે સમાધિસ્થાનના મહંતશ્રી મહામંડલેશ્વર પૂજ્ય જાનકીદાસબાપુના સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં રવિભાણપરંપરાના સાહિત્ય વિશે ગુજરાતભરમાંથી પધારેલા વિદ્વાનોએ અભ્યાસપૂર્ણ વકતવ્યો આપ્યા હતા. આ સેમિનારમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ કવિ હર્ષદ ત્રિવેદી, બ્રહ્મચારી આશ્રામ-ગોતરકાના નિજાનંદસ્વામી, દલપત પઢિયાર, આનંદઆશ્રામ- ઘોઘાવદરના મહામંડલેશ્વર નિરંજન રાજ્યગુરુ, ડ ત્રિકાલદાસજી, પૂર્વ ક્લેકટર અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી સંતસાહિત્ય વિશે સંશોધન કરી રહેલ સંશોધકો, વિદ્વાનો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
