બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા અને દબાણને લઈ ને પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન રોજિંદી આજીવિકા પર નિર્ભર લારી ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. જેને લઈ બાવળાના સ્થાનિક નગરસેવકો દ્વારા પાલિકાના ચીફ્ ઓફ્સિર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતુ કે રોજ કમાઈને ખાવા વાળા અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા નાના માણસોને પોતાના લારી ગલ્લા છોડાવવા 5000 રૂપિયાના દંડની જોગવાઈ તેમના માટે અશક્ય જેવું હોવાથી દંડની રકમ નાની કરી તેઓને તેમની આજીવિકા માટે લારી ગલ્લા પરત આપવા રજૂઆત કરવામાં આવી હતી.
