પૂર્વ વિસ્તારમાં આવેલ રખિયાલ નજીકનું વર્ષો જૂનું મુક્તિધામ (સમશાન) ગોમતીપુર, અમરાઈવાડી, રખિયાલ, નાગરવેલ, હનુમાન વિસ્તાર, સરસપુર, બાપુનગર સહિતના વિસ્તારો માટે અંતિમ સંસ્કારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.


અહીં દરરોજ અંદાજિત 12 થી 15 અંતિમક્રિયાઓ કરવામાં આવે છે. આ સમશાનને સમયોચિત અને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે ગોમતીપુરના સિનિયર કોર્પોરેટર દ્વારા લાંબા સમયથી રજુઆત રહેલી હતી. આ તમામ રજૂઆતોને માન આપી અંદાજિત રૂ.3 કરોડ 30 લાખના ખર્ચે અદ્યતન CNG સ્મશાન બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બે CNG ભટ્ઠીઓ અને દસ અંતિમક્રિયા ચેનલો ગોઠવવામાં આવી છે. તેમજ પરિજનો બેસી શકે અને લાકડાઓ માટે યોગ્ય ગોડાઉન પણ કરવામાં આવ્યા છે. આ કામગીરી એક વર્ષમાં પુર્ણ થાય તેવી સ્થાનિકોની રજુઆત રહેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: