ઇસનપુરમાં રહેતો 23 વર્ષીય આસિસ્ટન્ટ એન્જિનિયર નોકરી પૂર્ણ કરીને ઇન્દિરાબ્રિજ થઇને હાંસોલ તરફ જઇ રહ્યો હતો તે સમયે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.


જેથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પિતાએ જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક વિરૂદ્ધ હિટ એન્ડ રનની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ઇસનપુરમાં મારૂતી ટેનામેન્ટમાં રહેતા સંજયભાઇ શાહ પ્રોવીઝન સ્ટોર્સ ચલાવે છે. તેમનો પુત્ર આયુષ PSP પ્રોકેટ નામની કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો. મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ આયુષ નોકરી પૂર્ણ કરીને બાઇક પર ઇન્દિરાબ્રિજ થઇને હાંસોલ તરફ જઇ રહ્યો હતો તે સમયે એક ટ્રકચાલકે તેની બાઇકને અડફેટે લઈ ત્યાંથી નાસી ગયો હતો. જેમાં આયુષને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન આયુષનું મૃત્યુ નિપજ્યુ હતુ. બીજી તરફ, મૃતકનો પરિવારે બનાવ અંગે તપાસ કરતા આર્મીના ટ્રકે બાઇકને ટક્કર માર્યાની પ્રાથમિક વિગતો મળી હતી. આ અંગે મૃતકના પિતાએ જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ટ્રક વિરૂદ્ધમાં હિટ એન્ડ રનની ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: