શાહિબાગમાં શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફ્સાવીને દુષ્કર્મ આચરીને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવ્યા હતા. તેમજ શખ્સ અંગત ફેટા વાઇરલ કરવાની ધમકી આપીને પિતા અને દાદીના એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.


જો કે રૂપિયા એકાઉન્ટમાંથી કપાતા 1930 પર ફરિયાદ કરી એકાઉન્ટ ફ્રિઝ કરાવ્યું હતું. શખ્સે સગીરાના પિતાને કેમ એકાઉન્ટ ફરીઝ કરાવ્યુ કહેતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. આ અંગે સગીરાના પિતાએ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે ફરિયાદ નોધાવી છે.

શાહિબાગમાં 17 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે. જેમાં તેના માતા-પિતા બંને નોકરી કરે છે. જેમાં સગીરા પાંચ વર્ષ પહેલા તેના દાદીના ઘરે ગઇ હતી ત્યાં તેને સાહિલ સથવારા સાથે ઓળખાણ થઇ હતી. ત્યારબાદ સાહિલે સોશિયલ મિડીયામાં સગીરાને રિકવેસ્ટ મોકલીને વાતો શરૂ કરી હતી. બાદમાં સાહિલે સગીરાને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફ્સાવીને મળવા બોલાવતો હતો. વર્ષ 2023માં સગીરા ટયૂશન ક્લાસમાં જતી હતી ત્યારે સાહિલે દબાણ કરી તેને રિવરફ્રન્ટ પર લઈ જઈ છેડતી કરી હતી. બાદમાં સગીરાએ સંબંધ તોડી નાખ્યા હતા. જે બાદ એપ્રિલ 2024માં સાહિલે ફરી ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી સંપર્ક કર્યો હતો. ગત 11 જૂન 2024માં સાહિલ સગીરાના ઘરે આવીને દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં નવરાત્રિ દરમ્યાન પાડેલા ફેટાના આધારે બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. તેણે ધમકી આપી હતી કે, જો તું તારા અંગત ફેટા નહીં મોકલે તો હું તારા પપ્પાને બધું કહી દઈશ. બાદમાં સાહિલે પૈસા નહીં આપે તો તારા અંગત ફેટા વાયરલ કરી દઈશ કહીને રૂપિયા પડાવ્યા હતા.

ગત 17 ડિસેમ્બરે સગીરાના દાદીના એકાઉન્ટમાંથી પૈસા ઉપડયા છે તેવી જાણ થઇ હતી. જેથી સગીરાના પિતાએ 1930 પર ફોન કરી એકાઉન્ટ સીઝ કરાવ્યું હતું. બીજા દિવસે કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને જણાવ્યુ કે તમારી પુત્રીએ મારા ખાતામાં પૈસા નાખ્યા છે. તો તમે ખાતું કેમ ફરીઝ કરાવ્યું છે, તેમ કહેતા સગીરાને પૂછતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. આ અંગે સગીરાના પિતાએ શખ્સ સામે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: