બનાવઃ1

મુળ બિહારના અને હાલ ઓઢવમાં રહેતા 28 વર્ષીય સાગર યાદવ વેપારી મંડળ ખાતેની એક કંપનીમાં મજુરી કામ કરતા હતા. શનિવારે સાંજે સાગર ટુવ્હિલર લઈને વેપારી મહામંડળ કટ સામે આવેલ પેટ્રોલ પંપ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવેલા ટ્રક ચાલકે ટુવ્હિલરને ટક્કર મારી હતી. જેના કારણે સાગરભાઈ રસ્તા પર પટકાઈ પડયા હતા. બીજી બાજુ ટ્રકનું ટાયર તેમના પરથી ફરી વળ્યું હોવાથી માથુ છુંદાઈ જતા ઘટના સ્થળે જ સાગરભાઈનું મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

બનાવઃ2

મુળ રાજસ્થાનના અને હાલ મહેમદાવાદમાં રહેતા ગોપાલસિંગ રાજપુરોહિત તેમના ભાભી પ્રવિણાબેનને ટુવ્હિલર પર લઈને તેમની બહેનના ઘરે જઈ રહ્યા હતા. બારેજા બ્રિજ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે પુરઝડપે આવેલા ટ્રેક્ટર ટ્રોલીએ ટુવ્હિલરને ટક્કર મારી હતી. જેના કારણે ગોપાલસિંહ અને પ્રવિણાબેન રસ્તા પર પટકાઈ પડયા હતા. બીજી બાજુ ટ્રેક્ટરનું ટાયર પ્રવિણાબેન પર ફરી વળ્યું હતુ. જેથી ગંભીર ઈજાઓના કારણે પ્રવિણાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ અંગે અસલાલી પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તે દસ્ક્રોઈન નવાપુરા ખાતે રહેતો અને પોતાનું નામ અજય ચુનારા હોવાનું જણાવ્યું હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: