Ahmedabad : લાલદરવાજાના મહેસૂલ ભવનમાં તૂટેલા બાંકડા કર્મચારીઓના ખાલી રૂમમાં ACઅને પંખા ફુલ

મહેસૂલ ભવનમાં જનસુવિધાઓની હાલત દયનીય

શહેરના હાર્દ સમાન લાલ દરવાજા વિસ્તારમાં આવેલું મહેસૂલ ભવન હાલ તંત્રની ઘોર બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. અહીં સીટી ડેપ્યુટી કલેક્ટર પૂર્વ, સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી ઉપરાંત સીટી મામલતદાર મણીનગરની પણ કચેરી છે જ્યાં દરરોજ સેંકડો અરજદારો પોતાના જમીન-સંપત્તિ અને સરકારી કાગળોના કામકાજ માટે અહીં આવે છે, પરંતુ અહીં સૂરત બદલવાને બદલે વ્યવસ્થા સાવ રામ ભરોસે ચાલી રહી હોવાનો ઘાટ સર્જાયો છે.

મહેસૂલ ભવનમાં આવતા અરજદારો માટે બેસવાની જે સુવિધા કરવામાં આવી છે, તેની હાલત અત્યંત દયનીય છે. કેમ્પસમાં મુકવામાં આવેલા મોટા ભાગના બાંકડાઓ તૂટી ગયા છે. વૃદ્ધો, મહિલાઓ અને દૂર-દૂરથી આવતા અરજદારોએ કલાકો સુધી ઊભા રહેવું પડે છે અથવા જમીન પર બેસવાની ફરજ પડે છે.

એક તરફ્ સામાન્ય જનતા માટે પાયાની સુવિધાઓનો અભાવ છે, તો બીજી તરફ્ વગર અધિકારીએ સરકારી સંપત્તિનો બેફામ બગાડ થઈ રહ્યો છે. ઓફ્સિોમાં સાહેબો પોતાની ખુરશી પર હાજર ન હોય તો પણ ACઅને પંખા ચાલુ હાલતમાં ધમધમી રહ્યા છે. વીજળીના આ આંધળા બગાડ સામે કોઈનું ધ્યાન જતું નથી. આ ઉપરાંત, આખા બિલ્ડીંગમાં સફાઈનો ભારે અભાવ જોવા મળી રહ્યોછે. ખૂણે-ખૂણામાં કચરાના ઢગલાઅને ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓ વચ્ચે મહેસૂલ ભવનની આવી અવદશા જોઈને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને અરજદારો માંગ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર વહેલી તકે નિંદ્રામાંથી જાગે અને અહીં પાયાની સુવિધાઓ સુધારે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો