નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. નિકોલના લગભગ 10 થી વધુ મુખ્ય ચાર રસ્તાઓ પર પાણી ખાતા દ્વારા પીવાના પાણીની લાઈનના જોઈન્ટની કામગીરી માટે ઠેર-ઠેર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. પરંતુ, કામગીરી પૂર્ણ થયાના દિવસો વીતી ગયા હોવા છતાં આ ખાડા પૂરવામાં કે રોડનું સમારકામ કરવામાં તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
