વસ્ત્ર્રાલના સંતોષીનગર સોસાયટીમાં વિજય ખટીક પ્લાસ્ટિકનો ધંધો કરે છે. શનિવારે વિજયના પિતરાઇ ભાઇ રાહુલનો બ્રિજેશ યાદવ સાથે ઝઘડો થતા બ્રિજેશે વિજયના બાઈકને નુકશાન પહોંચાડયું હતુ. જેથી વિજયે બ્રિજેશને ફોન કરીને કેમ મારા બાઈકને નુકશાન કર્યું તેમ કહીને ઠપકો આપ્યો હતો. ત્યારે બ્રિજેશ તેના મિત્રને લઈને વિજયને મળવા ગયો હતો. તે સમયે બ્રિજેશ અને વિજય વચ્ચે ઝઘડો થતા બંનેએ ભેગા મળીને વિજયને ફ્ટકાર્યો હતો. અને બે બીજા બે એક્ટિવામાં તોડફેડ કરી હતી. આ દરમ્યાન બૂમાબૂમ થતા આસપાસના લોકો અને રાહુલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. જેથી બ્રિજેશ અને તેનો મિત્ર નાસી છુટયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત વિજયને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. આ અંગે વિજયે બ્રિજેશ અને તેના મિત્ર સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

સંદેશ ન્યૂઝ ‘Powering Tomorrow’: ગ્રીન એનર્જી અને નેટ ઝીરો રોડમેપ પર ઊર્જા મંત્રીનું મોટું નિવેદન









