શહેરમાં એક તરફ્ ટ્રાફ્કિ અને પાર્કિંગની સમસ્યા વિકરાળ બની રહી છે, ત્યારે બીજી તરફ્ પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા પાર્કિંગ પ્લોટની હાલત અત્યંત દયનીય બની છે. લોકો વાહન પાર્ક કરી શકે તે માટે ફાળવવામાં આવેલી આ જગ્યામાં વાહનોને બદલે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી મુકાયેલા બાંકડા અને જંગલી ઘાસ જોવા મળી રહ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ગાડી ક્યાં પાર્ક કરશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે. મહત્વનું છે કે વસ્ત્રાલ વોર્ડમાંAMCના પાર્કિંગ પ્લોટના બોર્ડ તો લગાવેલા છે, પરંતુ અંદર પ્રવેશતા જ પાર્કિંગ જેવું કંઈ જણાતું નથી. પ્લોટની અંદર મોટા પ્રમાણમાં કોર્પોરેટરોની ગ્રાન્ટના બાંકડા ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ બાંકડાઓની જાળવણીના અભાવે ઘણા બાંકડા તૂટેલી હાલતમાં અને ગંદકી વચ્ચે ધૂળ ખાઈ રહ્યા છે. પાર્કિંગ માટેની કિંમતી જગ્યામાં આ રીતે બાંકડા મૂકી દેવાતા વાહનો પાર્ક કરવા માટે જગ્યા જ બચી નથી.પાર્કિંગ પ્લોટમાં નિયમિત સફાઇ કે જાળવણી ન થતી હોવાથી ઠેર-ઠેર ઘાસ અને ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ચોમાસા બાદ પણ સફાઇ ન થતા આખો પ્લોટ અવાવરું જગ્યા જેવો ભાસી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો