પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે તાજેતરમાં મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી દોડતી અસારવા-જયપુર એક્સપ્રેસ ટ્રેનને આગામી તા.19મી જૂનથી જયપુરથી લંબાવી ખાતીપુરા સ્ટેશન સુધી દોડશે. આ ફેરફાર આગામી તા.19મી જૂન, 2026થી અમલી બનશે. રેલવે પ્રશાસન દ્વારા બંને દિશાની ટ્રેનો માટે સુધારેલું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. ટ્રેન નંબર 12982 અસારવા - ખાતીપુરા એક્સપ્રેસ તા.19મી જૂન 2026થી નવા સમય મુજબ અસારવા સ્ટેશનથી રાત્રે 19:55 વાગ્યે ઉપડશે. તે બીજા દિવસે સવારે 07:30 વાગ્યે જયપુર અને 07:51 વાગ્યે ગાંધીનગર જયપુર પહોંચશે. ત્યાંથી આગળ વધીને સવારે 08:25 વાગ્યે તેના અંતિમ સ્ટેશન ખાતીપુરા ખાતે પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 12981 ખાતીપુરા - અસારવા એક્સપ્રેસ તા.20મી જૂન 2026થી ખાતીપુરા સ્ટેશનથી રાત્રે 20:05 વાગ્યે ઉપડશે. ત્યારબાદ રાત્રે 20:18 વાગ્યે ગાંધીનગર જયપુર અને 20:35 વાગ્યે જયપુર સ્ટેશને પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે સવારે 08:40 વાગ્યે અસારવા ટર્મિનસ પર પરત ફરશે. રેલવેના સત્તાવાર નોટિફિકેશન મુજબ અસારવા અને જયપુર સ્ટેશન વચ્ચેના જૂના સમય અને સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવો સમય માત્ર જયપુરથી આગળ ખાતીપુરા સુધી જ લાગુ પડશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: