જેતલપુર : દસ્ક્રોઈ તાલુકાના અસલાલી ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ધારાસભ્ય બાબુભાઈ જે. પટેલની ગ્રાન્ટમાંથી એક ECG મશીન, બે એનલાઈઝર, 1 ડિજિટલ વેઇટ મશીન, એક એડલ્ટ લેરિંગોસ્કોપ અને એક પીડિયાટ્રિક લેરિંગોસ્કોપ આપવામાં આવ્યા છે. પીએચસી દ્વારા છેલ્લા દોઢથી બે વર્ષથી આ જરૂરી મેડિકલ સાધનોની માંગ કરવામાં આવી રહી હતી. જે હવે પૂર્ણ થતાં વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સારી, ઝડપી અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો લાભ મળશે.આ સાધનોમાં ખાસ કરીને ECG મશીન ઉપલબ્ધ થતાં હૃદયરોગના દર્દીઓ માટે મોટી રાહત મળશે. તે જરીતે એડલ્ટ અને પીડિયાટ્રિક લેરિંગોસ્કોપ ઉપલબ્ધ થતાં ઇમરજન્સી સારવારમાં પણ નોંધપાત્ર સુધારો થશે તેમ પીએચસીના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો