અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે દારુની રેલમછેલ કરવા માગતા બુટલેગર તત્વો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બગોદરા પોલીસે બાતમી આધારે રાજકોટ હાઈવે પર ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી મળ્યા મુજબની ટ્રક આવતા તેની ચેકીંગ માટે થોભાવી હતી. ત્યારે તેમાં ખાનગી કંપનીની વસ્તુઓના અલગ અલગ બોક્સ જોવા મળ્યા હતા. ત્યારબાદ તેની પાછળ તપાસ કરતા વિદેશી દારુની 370 પેટીઓ મળી આવી હતી. એથી બગોદરા પોલીસે ટ્રક ચાલક અતીક અહેમદ મોહમદ નાસિરખાન પઠાણ(ઉ.વ. 21, રહે. ઉત્તરપ્રદેશ)ની અટકાયત કરી દારૂનો જથ્થો મોકલનાર રોહિત યાદવ (રહે.વાપી)ને તથા દારૂ મંગાવનાર જે નીકળે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વિદેશી દારુનો જથ્થો, મોબાઈલ ફોન, ટ્રક નં. જીજે-27-ટીડી-0838 સહિત કુલ રૂ. 1.37 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં









