બાપુનગર વિસ્તારમાં આવેલા 13 7 નંબરના છેલ્લા બસ સ્ટેન્ડ પર છેલ્લા બે મહિનાથી એક ખાનગી કોન્ટ્રાક્ટરે પોતાનો સેન્ટિંગનો સામાન અડ્ડો જમાવીને મૂકી દેતાં સ્થાનિક રહીશો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.AMTS બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાનો ઉપયોગ અંગત ગોડાઉન તરીકે થઈ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી રહી.
સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે કોન્ટ્રાક્ટરને આ સેન્ટિંગનો સામાન હટાવવા માટે કહેવામાં આવે છે ત્યારે તે દાદાગીરી પર ઉતરી આવે છે. હું ધારાસભ્યનો માણસ છું, મારું કોઈ કંઈ બગાડી શકે નહીં તેવી ધમકીઓ આપીને તે લોકોને ચૂપ કરાવી દે છે. રાજકીય શેહશરમના જોરે ચાલતી આ મનસ્વીતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
