શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા એમ.જી. રોડ પર એરીસ સર્કલ પાસે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
અહીં ચાર રસ્તાની બિલકુલ વચ્ચોવચ GEB (ગુજરાત એનર્જી બોર્ડ) દ્વારા લોખંડની મોટી ઇલેક્ટ્રિક ટ્રાન્સફેર્મર પેટીઓ ખડકી દેવામાં આવી છે. આ પેટીઓ માત્ર ટ્રાફ્કિ માટે અડચણરૂપ નથી, પરંતુ સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે 'જીવતું જોખમ' બની ગઈ છે. આસપાસની રેસિડેન્શિયલ સોસાયટીઓમાં રહેતા પરિવારો અત્યારે ફ્ફ્ડાટમાં જીવી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકો સર્કલ પાસે જતા ડરે છે. વીજળીના હાઈ-વોલ્ટેજ વાયરો અને આ પેટીઓ ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે તેમ છે. આ અંગે સ્થાનિકોનો આક્ષેપ છે કે, *રસ્તાની વચ્ચે આવી પેટીઓ હોવી એ નિયમોનું ઉલ્લંઘન છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તેમજ આ રોડ પર પેટ્રોલ પંપ આવેલો હોવાથી દિવસ-રાત અહીં ફેર-વ્હીલર અને ભારે વાહનોની સતત અવરજવર રહે છે. ચાર રસ્તા પર જ આ પેટીઓ હોવાને કારણે વાહનચાલકોને વળાંક લેવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. રાહદારીઓ માટે પણ આ રસ્તો ક્રોસ કરવો જોખમી બન્યો છે.સ્થાનિક નાગરિકો અને આગેવાનો દ્વારા અનેકવાર ય્ઈમ્ના અધિકારીઓ તથા સ્થાનિક ધારાસભ્યને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. રોડ પર બિનજરૂરી વીજ થાંભલાઓ અને લટકતા વાયરો હટાવવાની માંગણી લાંબા સમયથી પડતર છે. લોકોમાં ભારે રોષ છે કે તંત્ર કોઈ મોટી અઘટિત ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? રહીશોની એક જ માંગ છે કે કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલાં યુદ્ધના ધોરણે આ ટ્રાન્સફેર્મર પેટીઓ અને બિનજરૂરી થાંભલાઓ અહીંથી હટાવી સેફ્ જગ્યાએ ખસેડવામાં આવે.










