આદરણીય બિપીનભાઈ સરના જન્મદિવસ નિમિત્તે શાળાના ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવામાં સહભાગી બનવાનો હતો. શિબિરમાં શિક્ષકો,વાલીઓ, સગા-સંબંધીઓ, મિત્રો તથા શુભેચ્છકો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું. સૌએ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ જીવનદાયી સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપ્યું અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડયું. બિપિનભાઈ આદ્રોજા સાહેબના જન્મદિવસની ઉજવણીને માત્ર આનંદ અને શુભેચ્છાઓ પૂર્તિ સીમિત ન રાખીને 'સેવા અને પરોપકાર દ્વારા ઉજવણી'માં પરિવર્તિત કરવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણાદાયી રહ્યો. આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે રક્તદાતાઓ, શિક્ષકો, સ્વયંસેવકો તથા તબીબી ટીમનો શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.'તમારું થોડુંક રક્ત, કોઈના જીવન માટે બની શકે છે અમૂલ્ય ભેટ'.
