અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દ્વારા અત્યારે સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલને પણ ધમકી મળી હોવાની શક્યતા છે. હાલ તમામ સ્કૂલોના ઇમેલ તપાસવામાં આવશે અને ધમકી મળી હોય તો પોલીસને જાણ કરાશે.
એક મહિના અગાઉ પણ અમદાવાદ અને ગાંધીનગરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી
એક મહિના અગાઉ પણ અમદાવાદ અને ગાંધીનગરની અલગ-અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાંથી કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ ન મળતા તપાસ પૂર્ણ કરાઈ હતી.

બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સ્કૂલોમાં પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને બોમ્બ ડોગ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને વાલીઓ બાળકોને લેવા પહોંચ્યા છે, સમગ્ર ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પણ આ ઈમેલ મામલે તપાસ કરી રહી છે. સંત કબીરની 3 બ્રાંચને મળી ધમકી, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલા, કેલોરેક્ષ સ્કૂલ ઘાટલોડિયા, સ્વંયમ સ્કૂલને ધમકી મળી છે, ધમકી મળતા BDDS અને પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ છે અને સ્કૂલો ખાલી કરી વિદ્યાર્થીઓને રજા અપાઇ છે.
ધમકી આપવા આતંકીઓએ બદલી મોડસ ઓપરેન્ડી
આતંકીઓ ફોનને બદલે ઇ-મેઇલથી આપે છે ધમકી, લોકેશન ટ્રેસ થવાના ભયથી ધમકીની પદ્ધતિ બદલાઇ, ધમકીભર્યા ઈ-મેઇલને ટ્રેસ કરવા મુશ્કેલ હોય છે, અમદાવાદ એરપોર્ટ, શાળાઓને મળી રહી છે ધમકી, બોમ્બની ધમકી આપનાર સામે દંડની પણ જોગવાઇ, ધમકી આપનારને પહેલીવાર દંડની પણ જોગવાઇ.









