નારણપુરા ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડમાં પુરઝડપે આવેલી કારે એક ટુવ્હિલર અને રીક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે ટુવ્હિલર ચાલક હવામાં ફ્ંગોળાઈને રોડ પર પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ અંગે બી ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ગોતામાં રહેતા 45 વર્ષીય વિષ્ણુભાઈ દેસાઈ ડ્રાઇવર 29 ડિસેમ્બરે તેઓ સાંજે એક્ટિવા લઈને કામ અર્થે નારણપુરાનજીક ભાવિન ચાર રસ્તા પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. તે સમયે રોંગસાઇડમાં પુરઝડપે આવેલા કાર ચાલકે એક રીક્ષા અને એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી ફ્ંગોળાઇને રસ્તા પર પટકાતા વિષ્ણુભાઈને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક 50 મિટર આગળ જઈને કાર ઉભી રાખી હતી. જે બાદ લોકો ભેગા થઈ ગયા હતા. જો કે તકનો લાભ મેળવીને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે ઇજાગ્રસ્ત વિષ્ણુભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બી ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામેગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા









