અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં ફેદરા-ધંધૂકા માર્ગ પર એક કાર પાણી ભરેલા ખાળિયામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. અકસ્માત કયા કારણસર થયો તે અંગે હાલ સ્પષ્ટતા થઈ શકી નથી અને કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તથા તંત્ર દ્વારા કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. પ્રાથમિક તપાસના અનુમાન મુજબ કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ









