શહેરના વટવા-ઇસનપુર રોડ પર પુરઝડપે આવેલ કાર ચાલકે ફરનીચરનો સામાન ખાલી કરીને પરત ફરી રહેલી લોડિંગ રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માત બાદ કાર કેનાલની દીવાલમાં ઘુસી ગઈ હતી. લોકો ભેગા થતા કાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. આ અંગે ટ્રાફ્કિ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. દાણીલીમડા વિસ્તારમાં રહેતા મોહમદ શાલર શેખ અને તેમના મિત્ર મુનાફ્ શેખ ગત 14 નવેમ્બરની રાત્રે દાણીલીમડામાં આવેલી ફરનીચરની દુકાને હાજર હતા. તે દરમિયાન લોડિંગ રિક્ષાના ડ્રાઈવર વસીમ ફરનીચરનો સામાન વટવા નવાપુરા ખાતે ઉતારવા જવાનું કહી મજૂરી માટે બોલાવ્યા હતા. ત્રણેય જણા સામાન ઉતારીને રિક્ષામાં પરત દાણીલીમડા જઈ રહ્યા હતા. તે દરમિયાન વટવા ઇસનપુર રોડ પર પુરઝડપે આવેલા વરના કાર ચાલકે લોડિંગ રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર ત્રણેય રસ્તા પર ફ્ંગોળાયા હતા જયારે રિક્ષાની પાછળની બોડીનો ભાગ છૂટો પડીને રિક્ષા ફુટપાથને અથડાઈ હતી. બીજી તરફ્, અકસ્માત સર્જનાર કાર કેનાલ પાસેના ઇલેક્ટ્રીક થાંભલા તથા કેનાલની દિવાલ સાથે અથડાઈને રોકાઈ જતા ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે જે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરીછે. કાર મહેસાણા પાસિંગની હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો