અમદાવાદના પિરાણા થી પીપળજ તરફ્ જતા મુખ્ય માર્ગ પર આવેલી કેનાલ-નાળામાં ભૂમાફ્યિાઓ અને આસપાસના ઉદ્યોગો દ્વારા બેફામ રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું છે. તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેનાલમાં કાળા અને લાલ રંગનું ભયજનક કેમિકલયુક્ત પાણી વહી રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ અને પ્રદૂષણનું સામ્રાજ્ય સ્થપાયું છે.
સ્થાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે તેમજ વહેલી સવારે ગુપચુપ રીતે ટેન્કરો દ્વારા અથવા તો ગેરકાયદેસર કનેક્શનો મારફ્તે ખુલ્લેઆમ ઝેરી કેમિકલવાળું ડ્રેનેજ પાણી આ કેનાલમાં ઠાલવવામાં આવે છે. આ ઝેરી પાણીને કારણે આસપાસના જમીનમાંથી ભૂગર્ભ જળ પણ દૂષિત થઈ રહ્યા છે, જેનાથી ભવિષ્યમાં મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ ઝેરી કેમિકલ ઠાલવવાની પ્રવૃત્તિ બંધ કરાવવામાં નહીં આવે, તો આસપાસના રહીશો અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. અને પાકું કામપૂરું કરે તેવી જાહેર જનતાની ઉગ્ર માંગણી છે. મહત્વનું છે કે સ્થાનિકોની માંગ છે કે કેનાલમાં ગેરકાયદેસર કેમિકલ છોડતા એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેમજ માર્ગ પર સીસીટીવી કેમેરા ગોઠવીને રાત્રિ દરમિયાન સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે અને જવાબદાર GPCBના અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપવામાં આવે.
