પાણી માટે લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યાં બીજી તરફ્ બેફામ ગેરકાયદેસર જોડાણ આપવામાં આવ્યા હોવાની વિગતો ફ્રી સામે આવી રહી છે.


જેમાં પૂર્વ ઝોનમાં આવેલા ગોમતીપુરમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસેના ગણેશ એસ્ટેટ, બજાજ એસ્ટેટ થી લઈ પ્રફુલ એસ્ટેટ સહિતના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેરકાયદેસર પાણીના જોડાણના કારણે સ્થાનિકોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આ અંગે સ્થાનિકો દ્વારા છેલ્લા 6-8 મહિનાથી ફરિયાદ કરવામાં આવી છે અને પાણીના અંગે રોયલ હાઉસ, ભીખાભાઈ જીવાભાઈની ચાલી સહિતના વિવિધ વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ રહી છે પરંતુ તંત્ર દ્વારા તેના અંગે ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરતા જણાવ્યું કે, એક તરફ્ લોકોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે AMC ના પાણી વિભાગ દ્વારા બેફામ રીતે પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે. જેના અંગે ડેપ્યુટી કમિશનર સુધી અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે પણ હજી સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આ તરફ્ ગોમતીપુરમાં રાજપુર, કેવળ કાંટા રોડ, સોનીની ચાલી આસપાસના રહેણાક વિસ્તારમાં લોકોને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહ્યું નથી. આ અંગે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી જ સ્થાનિકોની રજૂઆત છે.

પાણીનો રસ્તા પર વેડફાટ પણ કોઈ જ કામગીરી નહીં

ઘણાં એસ્ટેટમાં પાણીની લાઈનમાં એકથી વધુ ક્નેક્શન આપવામાં આવ્યા હોવાના કારણે ઘણી વખત અવરનવર પાણીનો વેડફાટ થતો હોય છે. જેના કારણે રસ્તા પર શુદ્ધ પીવાનું પાણી વહી જાય છે. આ માટે ફરિયાદ કરવામાં આવે તેમ છતાં કામગીરી કરવામાં આવી રહી નથી. એટલું જ નહીં પાણી આવવના સમયમાં લીકેજ હોવાના કારણે લાખો લિટર પાણી રસ્તા પર વહી જાય છે તેમ છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: