અમદાવાદના 22 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયરનું કેનેડામાં 18 જુલાઈની રાત્રે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. કેનેડાના સાસ્કાચેવાન હાઈવે પર રાત્રિના સમયે ભીષ્મ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાં પૂરઝડપે આવતા એક કારચાલકે તેની કારને જોરદાર ટક્કર મારતા ઉછળીને બાજુના મેદાનમાં પલટી મારી ગઈ હતી. ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આગામી 3 ઓગસ્ટે તેનો મૃતદેહ અમદાવાદ લવાશે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી યશકુંજ સોસાયટીમાં રહેતો 22 વર્ષીય ભીષ્મ રાજ્યગુરુ છેલ્લા 4 વર્ષથી કેનેડાના રીજીનામાં રહેતો હતો. અમદાવાદમાં ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે કોમ્પ્યુટર સાયન્સનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો અને છેલ્લા એક વર્ષથી કાર લીડરશિપ કંપનીમાં નોકરી કરતો હતો. ભીષ્મના અકાળ અવસાન અંગે રીજીનાના સ્થાનિક મેયરે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો