વિરમગામ શહેરમાં એસ.બી.આઈ બેંક પાછળ આવેલા વિસ્તારમાં સુર્યગોવિંદ સોસાયટી સામે મારુતિ ટેર્નામેન્ટ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ દયારામભાઈ દલવાડી ઉ.વ.30, પત્ની પૂજાબેન ઉંમર 28 અને છ માસ આસપાસની વય ધરાવતી દીકરી રાહી સાથે અમદાવાદ રહેતા સાસરીમાં મરણ પ્રસંગ ઘટયો હતો જેમના ધાર્મિક રિવાજ માટે વિરમગામથી અમદાવાદ ગયા હતા.ત્યારબાદ અમદાવાદથી શૈલેષભાઈનો પરિવાર અને સાસરી પક્ષના વ્યક્તિઓ વાહન લઈને સોમનાથ ખાતે અર્થી વિસર્જન માટે જઈ રહ્યા હતા.ત્યારે જૂનાગઢ શહેર નજીક મજેવડી ગામ નજીક ફેર ટ્રેક રોડ પર શનિવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સોમનાથ ખાતે અર્થી વિસર્જન માટે જઈ રહેલા અમદાવાદ અને વિરમગામના પરિવારની અર્ટિગા કાર રસ્તા પર બંધ ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી. કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બેની હાલત અતિ ગંભીર જાણવા મળી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને 108 તાત્કાલિક સારવાર અર્થે ઈમરજન્સી સેવાની ટીમો પોહચી હતી અને ઈજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તાત્કાલિક ઘટનાસ્થળે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તો આવી હતી. મૃતકોના શબને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથધરી છે. ત્યારે બીજી તરફ્ આ ગમખ્વાર અકસ્માતના સમાચાર અમદાવાદ અને વિરમગામ પહોંચતાં પરિવાર જનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.વિરમગામ શહેરમાં ખાસ કરીને સથવારા સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.શૈલેષભાઈનેપ્રેમ લગ્ન હતા અને ફઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યુ છે.
