વિરમગામના ભરવાડી દરવાજા પાસે કુમાર શાળા નં. 7 આવેલી છે. જેના દરવાજા નજીકમાં જ વીજ પોલ છે. તાજેતરમાં વરસાદ કારણે જમીનમાં ભેજ અને પાણી ભરાવો થયો હતો. દરમ્યાનમાં બુધવારે સવારે 1 ગાય વીજ પોલ પાસે આવતા તેને વીજ કરંટ લાગ્યો હતો. જેથી ગાયનું સ્થળ પર જ તરફડીને મૃત્યુ નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને જીવદયાપ્રેમીઓમાં વીજ તંત્રની અણઘડ કામગીરી સામે ભારે રોષ વ્યાપ્યો હતો. બનાવ અંગે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતુ કે સદ્દનસીબે સવારનો સમય હતો. વળી શાળામાં રજાઓ હોવાથી બાળકોની અવર જવર ન હતી. જેથી અન્ય કોઈ મોટી ઘટના નથી ઘટી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: