અમદાવાદ શહેરમાં ગુનેગારો પર લગામ કસવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યરત છે. જે અંતર્ગત બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના એક ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ એવા બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. આરોપીઓની ઓળખ અને ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલા આરોપીઓના નામ મુઝફ્ફર પઠાણ અને સમીર પઠાણ હોવાનું સામે આવ્યું છે.
મુઝફ્ફર પઠાણ અને સમીર પઠાણ જેલ હવાલે
પોલીસ રેકોર્ડ મુજબ, આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા છે. બાપુનગરમાં થયેલી મારામારીની ઘટના બાદ ધરપકડથી બચવા માટે તેઓ પોલીસને હાથતાળી આપી રહ્યા હતા. બાપુનગર પોલીસને સોંપવાની તજવીજ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે આ બંને વોન્ટેડ શખ્સોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.
