અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ગેરકાનૂની એસ્કોર્ટ સર્વિસ અને વીકરાય વેબસાઇટ્સના સંચાલકો અને એડમિન્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિત 120થી વધુ સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ અને એકમો સામે ફરીયાદ નોંધાવી છે.


અશ્લીલ સામગ્રી અને છેતરપિંડીનો ખુલાસો

આ વેબસાઇટ્સ પર મહિલાઓના અશ્લીલ ફોટા અને વિડિયો જાહેરમાં પ્રદર્શિત કરી, ગ્રાહકોને આકર્ષિત કરવાના આરોપ છે. આ ઉપરાંત, ગેરકાનૂની રીતે રૂપિયા કમાનારી આ સાઈટ્સના સંચાલકો ઓનલાઇન રુપિયા મેળવ્યા બાદ છેતરપિંડી પણ કરતા હતા.

આઈટી ગુનો અને ઈમ્મોરલ ટ્રાફિકિંગ

ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, આ કિસ્સામાં ઇમ્મોરલ ટ્રાફિકિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે.

120 એડમિન વિરુદ્ધ કાર્યવાહી

ક્રાઈમ બ્રાન્ચે 120થી વધુ સોશિયલ મીડિયા પ્રોફાઈલના એડમિન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે . સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. 


આ પણ વાંચો----    Surat: વસંત ગજેરા પર ઇન્કમટેક્સનો ગાળિયો બન્યો મજબૂત, કાગળ પર કેટલા રૂપિયા બતાવ્યા તેની તપાસ શરૂ

  • Follow us on: