અમદાવાદ એરપોર્ટ પર સોનું અને વિદેશી ચલણ છુપાવીને લઈ જવાના ત્રણ કેસમાં અમદાવાદ કસ્ટમે શો-કોઝ નોટિસ જાહેર કરી છે.ગત તા. 5 માર્ચ 2026ના રોજ અમદાવાદથી બેંગકોક જતી ફ્લાઇટમાં બે અલગ મુસાફરો પાસેથી વિદેશી ચલણ મળ્યું હતું. રોશની ટંડેલ પાસેથી 35,040 અમેરિકી ડોલર અને નિર્મલ ટંડેલ પાસેથી 35,300 અમેરિકી ડોલર મળી આવ્યા હતા, અબુધાબીથી અમદાવાદ આવેલી એર અરેબિયાની ફ્લાઇટના મુસાફર શરુખ અંગે કસ્ટમ્સને શરીરમાં ધાતુ છુપાવ્યાની શંકા થઈ હતી. કોર્ટની મંજૂરી બાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવાતા શરીરમાંથી ત્રણ સોનાની નળાકાર કેપ્સ્યુલ અને એક ચાંદીની ગોળાકાર વસ્તુ મળી આવી હતી.
