અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગના અણઘડ આયોજનનો વધુ એક નમૂનો દાણાપીઠમાં સામે આવ્યો છે. રૂ. 65 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન તૈયાર છે, છતાં લોકાર્પણનો નિર્ણય ન થતાં છ ફાયરકર્મીઓ સામેની દુકાનમાં બેસીને ફરજ બજાવવા મજબૂર છે. કમિશનર બંછાનિધિ પાનીએ 15 સપ્ટેમ્બર સુધી સ્ટેશન કાર્યરત કરવા સૂચના આપી છે. મૂળ યોજનામાં ફાયર સ્ટેશનથી છસ્ઝ્ર મુખ્ય કચેરી સુધી પેડેસ્ટ્રીયન બ્રિજ હતો, પરંતુ અધિકારીઓએ તેનો છેદ ઉડાડી દીધો. છ વર્ષથી ચાલતા પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 52.97 કરોડથી વધીને રૂ. 65 કરોડ થયો, છતાં જવાબદારી નક્કી થઈ નથી.બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર સાથે કુલ 28,000 ચોરસ મીટર જગ્યામાં ફાયરના મોટા વાહનો માટે ગેરેજ ઉપરાંત સેન્ટ્રલ કંટ્રોલ રૂમ તેમજ 21 જેટલા ફાયરના સ્ટાફ માટેના કવાર્ટર્સ જેમાં 3 BHK સુધીના ફ્લેટનો સમાવેશ થાય છે છતાં લોકાર્પણ ન થતા ફાયરકર્મીઓની હાલાકી યથાવત્ રહી છે.
