દસ્ક્રોઈ : બારેજા નગરપાલિકા ભવનમાં પ્રમુખ તથા ચીફ્ ઓફ્સિરની ઓફ્સિોની દિવાલોમાં લાંબી અને મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે ઈમારતની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પાલિકા પરિસરમાં લગાવવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્વિશરની સમયમર્યાદા વર્ષ 2025માં પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેને બદલવાની કે રિફ્લિ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોનું કહેવું છે કે પાલિકા જાણે કોઈ મોટા આગના અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે પાલિકા પોતે જ સુરક્ષિત નથી ત્યારે બારેજા નગરના નાગરિકોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરશે? તેવો યક્ષ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

Weather Update : સાચવજો,સાંજના 4 વાગ્યા સુધી મધ્ય ગુજરાત સહિતના આ 9 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર









