દાણીલીમડામાં પીએસઆઈ વર્ષ 2024માં તાલીમના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનમાં પ્રોબેશન પીએસઆઈ તરીકે પોસ્ટીંગ મેળવ્યુ હતુ. આ દરમિયાન છોટાઉદેપુર ખાતે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન અંગેની તપાસ કરાવા માટે રોયલ્ટી ઇન્સ્પેકટર અને ટીમ સ્થળ પર પહોંચી હતી. આ વખતે આરોપીએ રોયલ્ટી ઇન્સ્પેકટર અને તેમની ટીમને સરકારી કામમાં અડચણ કરીને અટકાવ્યા હતા. જે અંગે છોટાઉદેપુરના રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરીયાદ કરાઈ હતી.


આ મામલાની તપાસ કરી રહેલા પીએસઆઈએ આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી. જો કે ત્યારબાદ પીએસઆઈની બદલી અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં થઇ ગઈ હતી. પીએસઆઇ આર.એમ.વાળા ગત 28 ડીસેમ્બરે દાણીલીમડા પોલીસ સ્ટેશને ફરજ પર હાજર હતા. ત્યારે રાતના સમયે તેમના પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ તિલક રાઠવા જણાવ્યું હતું. બાદમાં તિલક કહેવા લાગ્યો કે તમે મારી પર કરેલા ગુનાની મુદત છે તો તમે કેસ પતાવો. જેથી પીએસઆઇએ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. માટે તમે કોર્ટ રાહે આગળની કાર્યવાહી કરી શકો છો. જેથી તિલકે ઉશ્કેરાઇને ફોન માં પીએસઆઈને બીભત્સ ગાળો બોલી અને જોઈ લેવાની અને તારી વર્ધી ઉતરાવી દેવાની ધમકી આપવા લાગ્યો હતો. આથી પોલીસકર્મીએ ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ પણ આરોપીએ અનેક વખત પીએસઆઈને વોટ્સએપ પર વિડીયો કોલ અને વોઈસ કોલ કરીને હેરાન કર્યા હતા. આટલું જ નહિ ફરીથી મેસેજ કરીને ધમકી આપી કે તારા પણ રેકોર્ડિંગ કઢાવું છું અને હવે આપણે હાઈકોર્ટમાં મળશું. આ પ્રકારના મેસેજ કરીને દાણીલીમડાના પીએસઆઈ આર.એમ.વાળાને હેરાન કર્યા હતા. જેથી તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: