જેતલપુર : અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં દસ્ક્રોઈ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા અખાત્રીજ તેમજ શ્રી પરશુરામ જયંતિના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રાનું રવિવારે સવારે ડીજે સાથે બારેજા નગરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જેતલપુર, અસલાલી, લાંભા, નારોલ સર્કલ,અસલાલી સર્કલ, કમોડથી કલ્કિ તીર્થધામ પીરાણા ગામે પહોંચી હતી. શોભાયાત્રામાં એક રથ, 22 ફોર વ્હીલર વાહનો, 20 બાઈકો સહિત મોટીસંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારજનો જોડાયા હતા. જેતલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો તેમજ ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલ તેમજ અન્ય નાગરિકો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.નમતી બપોરે પીરાણાથી ફરીથી પ્રસ્થાન કરીને નાઝ ગામથી જેતલપુર ખાતે સાંજે પરત ફરીને શ્રી પરશુરામદાદાની મહાઆરતી કરી શોભાયાત્રાનું સમાપન કરવામા આવ્યું હતું. શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ગામેગામ દસક્રોઈ બ્રહ્મ સમાજ, બાવિસી બ્રહ્મ સમાજ તેમજ અન્ય સમાજનાં લોકોએ રથનું ગામેગામ ભાવપૂર્વક સ્વાગત કરી સામૈયું કર્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: