શહેરના પૂર્વ વિસ્તારમાં સુરક્ષા અને વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવાના આયોજન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઓઢવ ખાતે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
વર્ષો જૂના અને જર્જરિત થઈ ગયેલા ઓઢવ ફાયર સ્ટેશન તેમજ સ્ટાફ્ ક્વાર્ટર્સના ડિમોલિશનની કામગીરી હાલમાં પૂર્ણ કરવામાં આવી છે. આ ખાલી થયેલી જગ્યા પર આગામી સમયમાં રૂ.18 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે.
ઓઢવના આશરે 5,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ જગ્યામાં નવેસરથી તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર ફાયર સ્ટેશન જ નહીં, પરંતુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે આધુનિક સ્ટાફ્ ક્વાર્ટર્સ અને એક અદ્યતન વોર્ડ ઓફ્સિનું પણ નિર્માણ કરવાનું આયોજન છે. આ રીડેવલપમેન્ટ માટેની જવાબદારી જે-તે એજન્સીને સોંપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ભૂમિપૂજન બાદ બાંધકામ શરૂ કરાશે. જર્જરિત ઈમારતો દૂર થવાથી હવે આ વિસ્તારમાં નવું અને સુરક્ષિત માળખું ઊભું થશે, જે આગામી દાયકાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે.
નવી બનનારી વોર્ડ ઓફ્સિ અને ફાયર સ્ટેશનમાં સુરક્ષા અને પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે દરેક ફ્લોર પર અત્યાધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ અને સમગ્ર બિલ્ડિંગમાં ઝ્રઝ્ર્ફ સર્વેલન્સ ગોઠવવામાં આવશે.પાણીની સમસ્યા ન સર્જાય તે માટે વિશાળ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને વરસાદીપાણીના સંગ્રહ માટે પરકોલેશન વેલ (રિચાજીંગ વેલ) બનાવવામાં આવશે. નવી વોર્ડ ઓફ્સિ બનવાથી સ્થાનિક રહીશોને વહીવટી કામકાજમાં મોટી રાહત મળશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો