ભાવનગરના તળાજાથી દાહોદ તરફ જતી એસ.ટી.બસમાં મુસાફરી કરી રહેલ રીનાબેન બારૈયા નામની મહિલાને તા. 16-6ના રોજ રાત્રે અચાનક પ્રસવ પીડા ઉપડી હતી. આથી બસના કંડકટર અશોકભાઈ પાલામારે 108ને કોલ કરતા તુરંત નાઈટ શીફટમાં રહેલા ધોલેરા 108ના ઈએમટી મેહુલભાઈ પટ્ટણી, પાયલોટ નિર્મળસિંહ દોડી ગયા હતા. અને પીપળી ચાર રસ્તા પાસે બસમાંથી પ્રસુતાને 108માં લેવાઈ હતી. મહિલાને નજીકના સરકારી દવાખાને લઈ જવી શકય ન હોય 108ની ટીમે વાનમાં જ મહિલાની સફળ પ્રસુતી કરી હતી. અને રીનાબેને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં 108 દ્વારા માતા અને બાળકને ધંધુકા સીએચસી ખાતે લઈ જવાયા હતા. બસના કંડકટરની સમય સુચકતા અને 108ની ટીમની તત્પરતાથી માતા અને બાળક બન્નેનો જીવ બચ્યો હતો.

Rajkot ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજ અને વકીલો સામસામે: બાર એસોસિએશનો ઐતિહાસિક ઠરાવ









