ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન કાયદાનું કડક પાલન સુનિશ્ચિત કરવા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર આર. એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જી.જે. મોરી તથા તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ અને આધારભૂત બાતમીના આધારે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે બાવળા સાણંદ ચોકડી પાસે સફ્ળ રેડ કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમ્યાન એક સફેદ રંગની ક્રેટા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કાચની બોટલો તથા બીટર ટીન મળી કુલ 3828 નંગનો જથ્થો, અંદાજે રૂ. 4,12,200ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો.આ મામલે પોલીસે આરોપી પ્રકાશ ગોપારામ ભાદુ (બિશ્નોઇ), રહે. તાલુકા ચિતલવાના, જીલ્લા ઝાલોર (રાજસ્થાન)ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: