અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે ટોરેન્ટ પાવર પાસે શુક્રવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર ટ્રકની લિફ્ટ ભૂલથી ખુલ્લી રહી જતાં માર્ગકાંઠે લાગેલા વિશાળ હોર્ડિંગ ફ્રેમ સાથે અથડાઈ હતી. જેના કારણે વજનદાર હોર્ડિંગ બોર્ડ સીધું ટ્રક પર પડયું હતું. અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ચાલક ગંભીર રીતે ફ્સાઈ જતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. ચાલકને બહાર કાઢવા માટે ભારે મથામણ કરવી પડી હતી. બાદમાં ક્રેનની મદદથી હોર્ડિંગ બોર્ડને ઊંચું કરી ફ્સાયેલ મૃતક ચાલકને બહાર કઢાયો હતો. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ









