વિરમગામ : વિરમગામ તાલુકા પંચાયત કચેરીમાં મંગળવારે પંચાયતના નવા પ્રમુખ શંભુજી ઠાકોર અને સભ્યોની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી. જેમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ સમિતિઓની રચના કરવામાં આવી હતી.કારોબારી સમિતિના ચેરમેન તરીકે જેતાપુર બેઠકના તાલુકા પંચાયત સભ્ય હસમુખભાઈ જાદવ અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે શાહપુર બેઠક તાલુકા પંચાયત સભ્ય ભાઈલાલભાઈ પઢારની વરણી કરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો