અમદાવાદ જિલ્લામાં સાણંદ નળસરોવર રોડ પર આવેલ માણકોલ ચોકડી મખીયવાર રોડ પર આવેલ શિવમ હોસ્પીટલ ખાતેથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો. જેની પાસે એલોપેથીક દવાઓ આપવા માટેનું કોઈ લાઈસન્સ ન હોવા છતાં એલોપેથીક દવાઓ આપતો ઝડપાતા મેડીકલ ઓફીસર અંકિતા વિશ્રનુભાઈ પટેલ ઉપળદલ પીએચસી દ્વારા સાણંદ પોલીસ સ્ટેશન ખાતે આ ડોક્ટર વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવતા સાણંદ પોલીસ સ્ટાફે શિવમ હોસ્પીટલ ખાતે જઈને યોગેશ મહેન્દ્રભાઈ દવે (ઉં.વર્ષ 60, રહે બી 403, સત્યમેવ વિસ્ટા, ગોતા) હોસ્પીટલ મેનેજર તથા વિજય જેસીંગભાઈ ગલસર (ઉં.વર્ષ-35, સત્યેશ રેસીડેન્સી) નામના બોગસ તબીબની અટકાયત કરી તેમની વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં પ્રાપ્ત વિગતો એવી છે કે સાણંદ ઉપળદલ પી.એસ.સી. મેડીકલ ઓફીસર અંકિતા વિશ્રનુભાઈ પટેલ ને માહિતી મળી હતી કે માણકોલ ચોકડી શિવમ હોસ્પીટલ દ્વારા વગર લાઈસન્સે એલોપેથીક દવાઓ આપવામાંઆવે છે જેથી મેડીકલ ઓફીસર તેમજ તેમની ટીમે સાણંદ પોલીસને જાણ કરી પોલીસ સ્ટાફ સાથે માણકોલ ચોકડી પર આવેલ શિવમ હોસ્પીટલ ખાતે તપાસ કરતાં હાર્દિક યોગેશભાઈ દવે આ હોસ્પીટલ ચલાવે છે. જેમની પાસે એમ.બી.બી.એસ. વીથ ક્રીટીકલ કેરની ડીગ્રી છે. પરંતુ ત્યાં તેમના પિતા યોગેશ મહેન્દ્રભાઈ દવે હાજર રહે છે. બીજા ડોક્ટરો વિઝીટ માં આવી જતા રહે છે પરંતુ ત્યાં હાજર યોગેશ મહેન્દ્રભાઈ દવે ત્યાં મેનેજર હોવાનું જણાવેલ તથા અન્ય શખ્શ વિજય જેસીંગભાઈ ગલસર જણાવેલ હતું જેની પાસે બી.એચ.એમ.એસ.ની ડીગ્રી હોવા છતા પેશન્ટો ની પુછપરછ કરતાં ઓ તેમને એલોપેથીક દવાઓ આપતા હોવાનું જણાતા પોલીસે બંન્ને શખ્સો ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










