અમદાવાદ શહેરમાં નકલી નોટ છાપવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ યોજી ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. મુખ્ય આરોપી મુકેશ ઠુમ્મર અને પ્રદીપ જોટાંગીયાની ધરપકડ બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ આધુનિક ટેકનોલોજી અને વિદેશી કનેક્શન દ્વારા દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા હતા.
નકલી નોટના વેપારમાં પ્રદીપ 50 ટકા હિસ્સો રાખતો હતો
તપાસમાં બહાર આવ્યું છે કે પ્રદીપ જોટાંગીયાનું 'યોગ ફાઉન્ડેશન' ૨૦૨૦ પછી સક્રિય નહોતું અને તેના બેંક ખાતામાં પણ નહિવત ટ્રાન્ઝેક્શન હતા. જોકે, નકલી નોટના વેપારમાં પ્રદીપ 50 ટકા હિસ્સો રાખતો હતો, જ્યારે બાકીના 50 ટકા અન્ય આરોપીઓમાં વહેંચવામાં આવતા હતા. પ્રદીપ તેના સાધકો પાસેથી મળતું દાન પોતાના અંગત મોજ-શોખ માટે વાપરતો હતો, જેમાં તેણે થાર, ફોર્ચ્યુનર અને વેગન-આર જેવી લક્ઝરી કારો ખરીદી હતી.
ચીન કનેક્શન અને હાઈટેક પદ્ધતિ
સૌથી ગંભીર બાબત એ છે કે 2 ફેબ્રુઆરીએ પ્રદીપ ચીન (China) ગયો હતો. ત્યાં તે વધુ સારી ક્વોલિટીના પ્રિન્ટિંગ પેપર અને એજન્ટોને મળ્યો હતો. તેના લેપટોપમાંથી એક ખાસ એપ્લિકેશન મળી આવી છે, જેનો ઉપયોગ માત્ર ફેક કરન્સી છાપવા માટે જ થતો હતો. અત્યાર સુધીમાં તેણે ૧17 લાખ રૂપિયા હવાલા મારફતે ચીન મોકલ્યા હોવાનું પણ ખુલ્યું છે.
માર્કેટમાં નકલી નોટનો ફેલાવો
આ ટોળકી 1 લાખ અસલી રૂપિયા સામે 3 લાખની નકલી નોટ આપતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ૧૦ લાખની નોટનો હિસાબ હજુ મળતો નથી, જ્યારે 5 લાખની નોટો છાપતી વખતે બગડી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે અંદાજે 5 લાખ રૂપિયાની નકલી નોટો અત્યાર સુધીમાં માર્કેટમાં ફરતી કરી દેવામાં આવી છે, જેની તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો---- Surat પોલીસની વ્યાજખોરો સામે લાલ આંખ: પીડિતો માટે લોક દરબાર અને લોન મેળાનું આયોજન